ઈલા પાઠક
અમદાવાદની શ્રી એચ. કે. આર્ટ્સ કૉલેજમાં અંગ્રેજી સાહિત્યનો મુખ્ય વિષય તરીકે અભ્યાસ કરતા જનકભાઈનો પરિચય ઘણાને તેમની વાંસળી દ્વારા થયો હશે. કોલેજના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં વાંસળી વગાડતા વિદ્યાર્થીનો સંગીત અને કલાઓ પ્રત્યેનો પ્રેમ જાહેર થયા કરતો હતો તે થોડાક જ વર્ષોમાં ઉત્તમોત્તમ સાહિત્યકૃતિઓને પોતાની ભાષામાં ઉતારવા તેમને વ્યાપક ફલક અને ઊંડી શબ્દ સાધના તરફ દોરી ગયો. […]










