ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં,
ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ, દીસતી એકે નથી વાદળી;
ઠંડો હિમભર્યો વહે અનિલ શો, ઉત્સાહને પ્રેરતો,
જે ઉત્સાહ ભરી દીસે શુક ઊડી ગાતાં, મીઠાં ગીતડાં !

પરોઢ - એક નવી સવાર
(શાર્દૂલવિક્રીડિત)
ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં,
ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ, દીસતી એકે નથી વાદળી;
ઠંડો હિમભર્યો વહે અનિલ શો, ઉત્સાહને પ્રેરતો,
જે ઉત્સાહ ભરી દીસે શુક ઊડી ગાતાં, મીઠાં ગીતડાં !
માનવીના જીવનના અંધકારને ઉલેચી તેને અજવાળા તરફ લઈ જાય તે તેને માટે પરોઢ. પરોઢ એટલે આશાનું કિરણ, આનંદનો આવિષ્કાર, સુખની શોધ, દુઃખનું વિલોપન, નિરાશાને જાકારો, ઉમંગ, જોમ અને ઉત્સાહનો તરવરાટ, ચૈતન્યનો અણસાર.

ખુદને માટે કશુ વિચારતા…
ગામ પાદર ઘર ગલી ઓળંગીને ચાલ્યો જઈશ, હુંય મારા ભાગ્યની ક્ષણ જીવીને ચાલ્યો જઈશ.
છે અહીં પ્રત્યેક માણસ મોકલાયેલી ટપાલ, હું જગત પાસે મને વંચાવીને ચાલ્યો જઈશ.
પુષ્પમાં સુગંધ મૂકી વૃક્ષને ભીનાશ દઈ, કોઇ પંખીના ગળામાં ટહુકીને ચાલ્યો જઈશ.
રાતના ઘરમાં પડેલું સૂર્યનું ટીપું છું હું, કોડિયામાં સ્હેજ અમથું પ્રગટીને ચાલ્યો જઈશ.
છે સ્વજન દરિયા સમા, ના આવડે તરતા મને, હું બધામાં થોડું થોડું ડૂબીને ચાલ્યો જઈશ.
-/ અનિલ ચાવડા
જનકભાઈ-ભારતીબેન શાહ પ્રકાશિત પુસ્તકો તથા રસિકભાઈ શાહ લિખિત સંપાદિત પુસ્તકો
વિતેલા જીવનના સરવાળા બાદબાકી છે, જેવું વાવ્યું તેવું લણવાનો સમય છે…