parodhh_admin

દેવિકા રાહુલ ધ્રૂવ

શ્રી જનકભાઇ કહે છે તેમ તેમણે આ તમામ  જીવનચરિત્રના અંશો તેમજ તસ્વીરો, સમાચાર પત્રો, સામાયિકો, ઇન્ટરનેટ તેમજ ગુગલના માધ્યમથી પ્રાપ્ત કરેલ છે. પરંતુ તેની પાછળનો જે હેતુ છે, પ્રેરક વિચાર છે તે બહુ મોટી વાત છે અને તેને માટે કરેલી પ્રેમપૂર્વકની મહેનત દાદ માંગી લે છે. તે માટેની સતત ચાલતી રહેતી મનોપ્રક્રિયાને, ઘટનાઓને અને પોતાના […]

દેવિકા રાહુલ ધ્રૂવ Read More »

જય વસાવડા

ચેતનાનો સાક્ષાત્કાર: કોરોનાકાળમાં જે કરૂણકથાઓ સર્જાઈ, એમાં એક વીજળી પડી શિક્ષક તરીકે સત્વશીલ જીવન ગુજારતા બાપ જનક શાહ પર. એક ફિલ્મ બને એવી લવસ્ટોરીનો સંસાર અધૂરો મૂકીને યુવાન વેબડિઝાઇનર પુત્ર દર્શન શાહે અકાળે અણધારી વિદાય લીધી. ભાંગી પડેલા કુટુંબ ને તૂટી પડેલા બાપે જાતને સધિયારો આપવા મૂંઝવણ અને મુસીબતોનો સામનો કરી, બીજાને મદદ કરવા બેઠા

જય વસાવડા Read More »

શ્રદ્ધાબેન ત્રિવેદી

સાહિત્યિક મૂલ્ય ધરાવતું તેમનું પ્રદાન વાચકનું જીવનપાથેય બની રહે છે. વિપરીત સંજોગો વચ્ચે પણ માનવ કેટકેટલી રીતે સતત પડકારો ઝીલીને ઇશ્વરદત્ત કર્તવ્યનું પાલન કરીને માનવજીવનને સાર્થક કરે છે તે જનકભાઇ તથા ભારતીબહેને અનેક જીવંત વ્યક્તિઓના ચરિત્રો લખીને આપણને તેવાં માનવરત્નોનો પરિચય કરાવ્યો છે એ માટે આ દંપતીની દૃષ્ટિ માત્ર ગુજરાત નહીં, માત્ર ભારત નહીં પણ

શ્રદ્ધાબેન ત્રિવેદી Read More »

નીલમ દોશી

જનકભાઇ અને ભારતીબહેને જીવન સામે ઝઝૂમતા, અસામાન્ય સંજોગોમાં જિંદગીને ઝીન્દાદિલીથી લડત આપતા અને સમાજ માટે કશુંક કરી છૂટવાની ભાવનાથી એકલપંડે અવિરત કર્મયજ્ઞ કરતા રહીને, તન, મન, ધનથી અનેક લોકોને હૂંફ, પ્રેરણા અને હિંમત આપીને જીવન જીવવા માટેની દીવાદાંડી સમ બની રહેલા મુઠ્ઠી ઊંચેરા માનવીઓની વાત માંડી છે. પોતાની વિકલાંગતા કે અપાર મુશ્કેલીઓને અતિક્રમીને સફળતાના સોપાન

નીલમ દોશી Read More »

દિનેશભાઇ શાહ

જનકભાઇ તથા ભારતીબેને ‘પરમ તમીપે’ પહોંચવાની વાતની ઊંડી સમજ મેળવીને માનવીના અનેક સ્વરૂપોને અનેકવિધ કાર્યની રચનામાં, સૂક્ષ્મરૂપે જોતાં વેંત ઓળખી ગયા પછી તે માનવના જીવનના સત્યને પ્રસ્તુત કર્યા છે. મહેંદી પીસાયા પછી જ રંગ લાવે છે. વિવિધ ક્ષેત્રના માનવોમાં જે ‘મહાનુભાવોએ’ પ્રભુ કૃત્ય સંભાળ્યું છે એમાં જ એમને એમનાં જીવનની પ્રસન્નતા અને પ્રભુતા પ્રાપ્ત થયેલી

દિનેશભાઇ શાહ Read More »

કૃષ્ણકાંત ઉનડકટ

દિવ્યાંગો માટે જનકભાઇ શાહે તથા શ્રીમતી ભારતીબેન શાહે દિલથી વખાણવુ પડે એવું કામ કર્યું છે. સફળ થવા માટે કોઇ સિદ્ધિ મેળવવા ‘હોંસલા’ ચાહિએ. જનકભાઇ તથા ભારતીબેન દ્વારા રજૂ થતી દિવ્યાંગોની એક એક વાત માત્ર દિવ્યાંગ લોકો માટે જ નહીં, સાજા-નરવા લોકો માટે પણ પ્રેરણાનો ધોધ છે. સ્વસ્થ માણસે એની પાસેથી શીખવું પડે કે રોદણાં રડવાનાં

કૃષ્ણકાંત ઉનડકટ Read More »

જગદીશ બિનીવાલે

ગુજરાતી સાહિત્ય જગતમાં કેટલીક પ્રતિભાઓ એવી છે કે જેમની લેખનક્ષેત્રની વિશેષ પ્રવૃત્તિઓ પ્રકાશમાં આવી નથી અને તેમણે તેનો મોહ પણ રાખ્યો નથી. અમદાવાદની એવી જ એક વ્યક્તિ, પ્રતિભા છે – ડૉ. જનકરાય બાબુલાલ શાહ.

જગદીશ બિનીવાલે Read More »

શ્રી હર્ષદ ત્રિવેદી

ડૉ. જનકભાઇ શાહ અને શ્રીમતી ભારતીબહેન શાહ જરા જુદી માટીથી ઘડાયેલાં છે. જીવનના કપરામાં કપરા સંજોગોમાં પણ તેઓ હિંમત હાર્યા નથી. શિક્ષક હોવાને નાતે તેમનાં વિદ્યાર્થીઓને પણ એમણે એવા જ પાઠ શીખવ્યા છે. નિવૃત્તિ પછી એમની શાળા વધુ મોટી થઇ છે. પુસ્તકો લખીને વ્યાપક જનસમૂહનાં પણ શિક્ષક બનવાનો એમનો પ્રયત્ન અભિનંદનને પાત્ર છે. શ્રી જનકભાઇ

શ્રી હર્ષદ ત્રિવેદી Read More »

શ્રી વિપુલ કલ્યાણી

જનકભાઇ શાહ અને ભારતીબેન શાહની ‘જીવતરની સાથે, માણસાઇની વાટે’ નામક આ પુસ્તિકામાં આ નાદને ઘૂંટતા પાત્રોની વાત વણી લેવામાં આવી છે. એમણે જે ઘટનાઓને પાત્રો સાથે ગૂંથી છે તેમાં સતત આ બાબત જીવતી પણ જોવા મળે છે. જનકભાઇ અને ભારતીબેને પ્રસંગ અને વ્યક્તિની પસંદગીમાં દેશ, પ્રાંત, ગામના સીમાડાની પેલે પાર જઇન પૃથ્વીનો પટ આવરવાનો આશય

શ્રી વિપુલ કલ્યાણી Read More »

પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ

ડૉ. જનકભાઈ શાહનું જીવન સ્વયં એક જીવંત દૃષ્ટાંત છે. એ શારીરિક મર્યાદાઓ સામે હસતા મુખે જંગ ખેલતા રહ્યા છે અને એમાં આવતી મુશ્કેલીઓ કે ઉપેક્ષાઓથી એમણે ક્યારેય પીછેહઠ કરી નથી. એ જ રીતે એમનાં જીવનસંગિની શ્રીમતી ભારતીબહેન શાહે પણ જીવનમાં આવતી વ્યાવહારિક સમસ્યાઓ આનંદભેર ઉકેલી છે.

પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ Read More »

Follow by Email
LinkedIn
Share
Instagram
WhatsApp