પ્રકાશિત પુસ્તકો

બંધ પોપચાંમાં રંગોની ભાત

‘બંધ પોપચાંમાં રંગોની ભાત’ શિર્ષક પોતે જ પુસ્તક વિશેની ઘણી બધી ધારણાઓને સાચી પાડે છે. જુદા જુદા દેશોના નેત્રહીન માનવીઓની અલગ અલગ કથની અને વૈવિધ્યપૂર્ણ કલાઓનો આ પુસ્તકમાં સમાવેશ કર્યો છે. ૧૬૦૮માં જન્મેલા મિલ્ટનથી માંડીને આજની તારીખમાં નેશનલ જૂડો ચેમ્પ્યિન પ્રજ્ઞાચક્ષુ જાનકી ગોડ સુધીની૧૫ વ્યક્તિઓની પ્રેરક આભાઓને નિખારી છે. વિશ્વના જુદા જુદા ખૂણે-ખાંચરેથી આ જીવનચરિત્રોને […]

બંધ પોપચાંમાં રંગોની ભાત Read More »

સારપનું વાવેતર

‘હું માનવી માનવ થાઉં તોય ઘણું’- ને ચરિતાર્થ કરતા સોળ મહાનુભવોની વાત આ ચરિત્રસંગ્રહ ‘સારપનું વાવેતર’માં જોવા મળે છે. સમાજના સાચા અર્થમાં બુનિયાદી સેવા કરતા આ સમાજસેવકો માટે પ્રજાનો પ્રેમ એજ મોટો પુરસ્કાર છે. ભલે ધર્મ કે વ્યવસાય અલગ હોય પણ આ મહાનુભાવો કરે છે તો પ્રજાસેવા અને પ્રજાસેવા એજએમના માટે પ્રભુસેવા છે. આમ અહીં

સારપનું વાવેતર Read More »

અજવાળી કેડીનાં અનોખાં મુસાફરો

વિવિધ વિદ્યાઓમાં અનોખી સફર ખેડનારા અનોખા મુસાફરોની પ્રેરક કથાઓનું આ પુસ્તક કોઇપણ સાચા વિદ્યાર્થી કે જિજ્ઞાસુ માટે પહેલા પાનાથી છેલ્લા પાના સુધી જકડી રાખતુ ને સ્ટડી ટેબલ ઉપર મુકી જ રાખવું પડે તેવું સંદર્ભ પુસ્તક બન્યું છે. એવું નથી કે આ પુસ્તકના પાત્રો નવા છે – અલબત્ત જાણીતા પાત્રોની ઘણી બધી અજાણી વાતો અને માહિતિ

અજવાળી કેડીનાં અનોખાં મુસાફરો Read More »

શૂન્યમાંથી સર્જન

સાહસ અને પરાક્રમ પર કોઈની ઈજારાશાહી નથી હોતી. આ બે બાબતો ઉછીની મળતી નથી. કાંતો માણસને જન્મજાત સંસ્કારઘડતર સાથે એ મળેલી હોય છે, કાંતો બાહ્યજગતના અનુભવો માંથી વ્યક્તિ પોતે એ પ્રગટાવે છે. આ પુસ્તકમાં એવી વિરલ પ્રતિભાઓની પ્રેરક વાતો છે કે જેમણે શૂન્યમાંથી – અરે, ક્યારેક તો માઈનસમાંથી આગળ વધીને વિશિષ્ટ સિદ્ધિ મેળવી છે. સામા

શૂન્યમાંથી સર્જન Read More »

ચેતનાનો સાક્ષાત્કાર

ગામ, પાદર, ઘર, ગલી ઓળંગીને ચાલ્યો જઈશ,હુંય મારા ભાગ્યની ક્ષણ જીવીને ચાલ્યો જઈશ… કવિ શ્રી અનિલ ચાવડાની આ પંક્તિમાં જીવનું શાશ્વત સત્ય સમાયેલું છે. મૃત્યુ માનવજીવનની એક અફર ઘટના છે એ આપણે સૌ જાણીએ છીએ, સમજીએ છીએ અને મને કમને સ્વીકારીએ પણ છીએ. વિશ્વના ખૂણે ખાંચરે જિંદગી સામે ઝઝૂમીને, જીવન સંઘર્ષ સામે હસીને લડત આપતા

ચેતનાનો સાક્ષાત્કાર Read More »

ટોમ..ટીટ..ટોટ અને અન્ય બાળકથાઓ

પ્રસ્તુત સંગ્રહ ‘ટોમ….ટીટ…ટોટ અને અન્ય બાળ કથાઓ’માં પંદર વાર્તાઓ છે ને દરેક વાર્તાઓમાંથી બાળકને આનંદ અને પથ્ય શિક્ષા બંને મળે છે. કેટલીક વાર્તાઓ કલ્પનાપ્રધાન હોવાથી, તેમાં આવતા ચમત્કારોથી અદ્ભૂત સૃષ્ટિ રચીને બાળકોને તાજુબ કરે છે તો કેટલીક વાર્તાઓ બાળકને બૌધિક આનંદ આપે છે. પ્રસ્તુત સંગ્રહ પાછળ નિમિત્ત બન્યું છે વિકટર હ્યુગોએ પોતાની પૌત્રીને કહેલી વાર્તાઓનું

ટોમ..ટીટ..ટોટ અને અન્ય બાળકથાઓ Read More »

Follow by Email
LinkedIn
Share
Instagram
WhatsApp