પ્રકાશિત પુસ્તકો

જગખેડુ

આપણામાં કહેવત છે કે સાહસ વગર સિદ્ધિ નહિ. આ સિવાય ‘સિદ્ધિ તેને જઇ વરે જે પરસેવે નહાય’ એ પંકિત પણ જાણીતી બની ગઇ છે. નવી પેઢીના બાળકોમાં સાહસનો સદગુણ કેળવાય, તેમની જિજ્ઞાસાવૃત્તિ જાગૃત થાય અને જગખેડુની માફક સમગ્ર વિશ્વમાં ડોકિયું કરવાની ઝંખના જાગે તે હેતુથી એલેક્ઝાંડર, કોલંબસ અને માર્કોપોલોના પાઠોનું શિક્ષણ આપતી વખતે આ કથાઓ […]

જગખેડુ Read More »

ડોકિયું

કોલેજ કાળ દરમિયાન વિશ્વના સાહિત્યનો આસ્વાદ લેતાં લેતાં જે કૃતિઓ જનકભાઈને હૃદયસ્પર્શી લાગી તેને ફરી ફરીને માણીને તેનો અનુવાદ કરી ગુજરાતી વાચકો સાથે વિવિધ સામયિકો દ્વારા તેનો આનંદ વહેંચતા રહેલા તે કથાઓનો આ સંગ્રહ છે. માનવીય જીવનનાં અનેક પાસાંઓ આ નવલિકાઓમાં રજુ થયાં છે. આ કૃતિઓમાં વિવિધ પ્રસંગાલેખનોમાંથી નીતરતી ઊર્મિઓનાં, તેમાંથી ઊઠતી ઉદાત્ત ભાવનાઓના, બોલકી

ડોકિયું Read More »

અંધારી અમાસના તેજસ્વી તારલા

(ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ ૨૦૧૨માં આત્મકથા, રેખા ચિત્ર, પત્ર અને જીવન ચરિત્ર વિભાગમાં શ્રેષ્ઠ પુસ્તક તરીકે તૃતિય ક્રમના પારિતોષકને પાત્ર બનેલ પુસ્તક) જીવનની અંધારી ઘનઘોર રાતમાં પોતાના તેજે ચમકતા તારલાઓના પ્રકાશની અહિંયા ઉજ્જવળ, સુવર્ણમયી વાસ્તવકથાઓ છે. જીવનના રણમેદાનમાં ખેલાયેલી પરાક્રમ-ગાથાના વિજેતાઓની આ વાત છે. આ વિકલાંગ વ્યક્તિઓનું જીવન નિરાશાથી ઘેરાયેલું હતું. ઉપહાસથી આમતેમ ફંગોળાયેલું

અંધારી અમાસના તેજસ્વી તારલા Read More »

રમીએ રમતો વ્યૂહરચનાની

લાદી ઉપર ચોકથી ખાનાઓ દોરી પાંચી-કૂકા અને કોડા વડે રમતા રમતા અનેક રમતોનો બચપણમાં ત્રણ વર્ષના હોસ્પિટલના નિવાસ દરમિયાન રમતો હતો તેનો મનમાં સંગ્રહ થયો હતો. ત્યાર પછી બીજા દેશોમાં પણ આવી Indoor Games રમાતી હતી તેવું વાંચવામાં આવ્યું હતું. કોઇપણ જાતના ખર્ચ વગર પેન, ચોક કે કોલસા વડે લીંટોડા દોરી અને સાંઠીકા, પાંચી કૂકા

રમીએ રમતો વ્યૂહરચનાની Read More »

અડગ મનના ગજબ માનવી

આ પુસ્તકમાં શું છે એ તો એની અનુક્રમણિકા જોવાથી જણાઈ આવશે. પ્રાથમિક વાત એ છે કે અહીં પાંચ ગુજરાતી અને પાંચ વિદેશી સિદ્ધિવંતોની કથાઓ છે. લગભગ દરેકની કથા હેરત પમાડે તેવી છે. હા, રીતસર આપણાં ડોળા ફાટી રહે એવી આશ્ચર્યજનક એમની આપદાઓ અને આપદાઓ સામેની સિદ્ધિઓ છે. આ વાંચનાર વિકલાંગોને જીવનનનો ઉત્સાહ અને સિદ્ધિપ્રેરણા મળશે

અડગ મનના ગજબ માનવી Read More »

હોંસલોં કી ઉડાન

આ દુનિયામાં ઘણા લોકો પોતાને ‘લેસ ફોરચ્યુનેટ’ સમજતા હોય છે. કુદરતે તેના સર્જનમાં ક્યારેક કોઈ ખામી રાખી દીધી હોય છે. કોઈના પગમાં, કોઈના હાથમાં, કોઈની આંખમાં કે કોઈના બીજા કોઈ અંગમાં થોડીક અધૂરપ રહી ગઈ હોય છે. તેઓ ખરેખર ‘કમનસીબ’ હોય છે ? એનો જવાબ છે, ના. દુનિયામાં એવાં ઢગલાબંધ ઉદાહરણો છે કે દિવ્યાંગોએ સાજા-નરવા

હોંસલોં કી ઉડાન Read More »

જીવતરની સાથે, માણસાઈની વાટે

ગાંધી યુગીન ગુજરાતી સાહિત્યમાં કરસનદાસ માણેક એક વડેરા કવિ રહ્યા છે. એમણે લખેલી એક કવિતા સાંભરે છે : જીવન અંજલિ થાજો ! ‘જીવતરની સાથે માણસાઈની વાટે’ નામક આ પુસ્તિકામાં ‘જીવન અંજલિ થાજો!’ નાદને ઘૂંટતાં દસ પાત્રોની વાત વણી લેવામાં આવી છે. જે ઘટનાઓને પાત્રો સાથે ગૂંથી છે તેમાં સતત આ બાબત જીવતી પણ જોવા મળે

જીવતરની સાથે, માણસાઈની વાટે Read More »

કિસીકા દર્દ મિલ સકે તો લે ઉધાર

‘કિસીકા દર્દ મિલ સકે તો લે ઉધાર….’ એટલે ‘પરમ સમીપે’ પહોંચવાની ભાવના- આ વિશિષ્ટ કાર્યક્ષેત્રે કામ કરતી વિભૂતિઓ. આ પુસ્તકમાં આવી દસ પાત્રોની કથાઓના પ્રસંગો ‘પરમ સમિપે’ પહોંચવાની ભાવનાને ઉજાગર કરે છે. તેમાં જોડાઈ જનાર પાત્રો કોઈ જાતિ-પાંતિ કે ધર્મના બંધન સિવાય માત્ર ને માત્ર ‘પ્રભુકાર્ય’ને સમર્પિત છે. ફક્ત જીવીએ એટલુ નહીં પણ જીવી જાણીએ

કિસીકા દર્દ મિલ સકે તો લે ઉધાર Read More »

હૈયે હામ તો હરકત શી

‘હૈયે હામ તો હરકત શી !’ પુસ્તકનાં દેશ-વિદેશમાં વસતાં પંદર દિવ્યાંગોની સફળતા અને સિદ્ધિનું, સહેજ પણ રંગદર્શી વિના રસપ્રદ કથાની રીતે આલેખન કર્યું છે. આ પંદરેય વ્યક્તિઓે વિષમ અને વિપરિત સંજોગો સામે બાથ ભીડીને કશુંક હાંસલ કર્યું છે. સામાન્ય માણસોને પણ પ્રેરણા આપે એવું જીવન જીવ્યાં છે. આત્મ શક્તિ અને પ્રબળ પુરુષાર્થ શું ન કરી

હૈયે હામ તો હરકત શી Read More »

Follow by Email
LinkedIn
Share
Instagram
WhatsApp