સારપનું વાવેતર

‘હું માનવી માનવ થાઉં તોય ઘણું’- ને ચરિતાર્થ કરતા સોળ મહાનુભવોની વાત આ ચરિત્રસંગ્રહ ‘સારપનું વાવેતર’માં જોવા મળે છે. સમાજના સાચા અર્થમાં બુનિયાદી સેવા કરતા આ સમાજસેવકો માટે પ્રજાનો પ્રેમ એજ મોટો પુરસ્કાર છે. ભલે ધર્મ કે વ્યવસાય અલગ હોય પણ આ મહાનુભાવો કરે છે તો પ્રજાસેવા અને પ્રજાસેવા એજ
એમના માટે પ્રભુસેવા છે. આમ અહીં વ્યક્તિમાં રહેલી સારપ – માણસાઇનું વાવેતર થયું છે ને તેનો લાભ હજારો માણસોને થયો છે. સાંપ્રત સમયના આ ઋષિઓએ પોતાના જીવનકર્મ દ્વારા અનેકોને પ્રેરણા પૂરી પાડી છે, અનેકોનાં જીવન સુધાર્યા છે ને હજારોનાં હૃદયમાં રહેલા પરમેશ્વરને રાજી કર્યાં છે. આ પ્રજાસેવકો માટે ‘કરો સેવા ને પામો મેવા’- એ સૂત્ર નહીં પણ ‘કરો સેવા ને પામો આનંદ-એ મંત્ર છે તેની યથાર્થતા જાણવા ‘સારપનું વાવેતર’ પુસ્તક વાંચવું જ પડે.

-/ડૉ. શ્રદ્ધાબેન ત્રિવેદી



પ્રકાશકઃ



‘માનવ વિકાસ અને કલ્યાણ ટ્રસ્ટ’ – પ્રથમ આવૃત્તિ-૨૦૨૦
પ્રાપ્તિ સ્થાનઃ ગૂર્જર સાહિત્ય ભવન


મૂલ્યઃ રૂપિયા ૧૮૦ /-

  1. તરીને શાળાએ જતો ઉત્સાહી, તરવરીયો અને કર્મનિષ્ઠ શિક્ષક – અબ્દુલ મલિક
  2. બે રૂપિયાની ફી લઈને દર્દીની સારવાર કરનાર ડૉક્ટર – ડૉ.રવીન્દ્ર કોલ્હે અને ડૉ. સ્મિતા કોલ્હે
  3. દિલ્હી શહેરના અક્ષરધામ મેટ્રો સ્ટેશન વચ્ચે આવેલ મેટ્રો બ્રીજ નીચે નિશુલ્ક શાળા ચલાવનાર – શ્રી રાજેશકુમાર શર્મા
  4. પર્યાવરણનું રક્ષણ કરવાનું બીડું ઝડપનાર યુએઈ સ્થિત 16 વર્ષીય ભારતીય તરૂણી – કહેકશાં બાસુ.
  5. બાળકોને બાળમજૂરીના નર્કમાંથી ઉગારનાર નોબેલ પ્રાઈઝ વિજેતા – કૈલાસ સત્યાર્થી
  6. પેલેસ્ટાઈનના સંઘર્ષભર્યા માહોલ વચ્ચે ભયમાં જીવતા બાળકોને શિક્ષણ આપવા તૈયાર થનાર બહાદુર મહિલા – હનાન આલ હરૂબ
  7. જીવંત દંતકથારૂપ બ્લેક્બોર્ડના અણનમ યોદ્ધા એવા 83 વર્ષના વિમલા કૌલ
  8. મરીજોના મસીહા – સરદાર ગુરમીત સિંહ
  9. હજારોની જિંદગીમાં પ્રાણ પૂરનાર અબજોપતિ – રોબિન રૈના
  10. સાગર સામે ભાથ ભીડનારો લબરમૂછિયો – બોયાન સ્લટ
  11. ફ્ક્ત પાંચ રૂપિયામાં ભૂખ્યા જનોના જઠરાગ્નિ ઠારનાર & દાદી કી રસોઈ
  12. દેશ અને દુનિયાનું ભવિષ્ય બદલવાનું લક્ષ્ય સિદ્ધ કરવા નેપાળને પોતનું કાર્યક્ષેત્ર બનાવનાર પચાસ બાળકોની યુવાન માતા બનેલી – મ્યાગી ડોએન
  13. જળવાયુ પરિવર્તન રોકવાના આંદોલનનું નેત્રૃત્વ કરતી 16 વર્ષીય સ્વીડીશ છોકરી – ગ્રેટા ટુનબર્ગ
  14. પોતાની પંચાણુંમી વર્ષગાંઠ ઉજવનારા અમેરિકાના જીવીત રાષ્ટ્રપતિ જિમી કાર્ટરની જિંદગીમાં એક ડોકિયું…

Leave a Comment

Follow by Email
LinkedIn
Share
Instagram
WhatsApp