
‘હૈયે હામ તો હરકત શી !’ પુસ્તકનાં દેશ-વિદેશમાં વસતાં પંદર દિવ્યાંગોની સફળતા અને સિદ્ધિનું, સહેજ પણ રંગદર્શી વિના રસપ્રદ કથાની રીતે આલેખન કર્યું છે. આ પંદરેય વ્યક્તિઓે વિષમ અને વિપરિત સંજોગો સામે બાથ ભીડીને કશુંક હાંસલ કર્યું છે. સામાન્ય માણસોને પણ પ્રેરણા આપે એવું જીવન જીવ્યાં છે. આત્મ શક્તિ અને પ્રબળ પુરુષાર્થ શું ન કરી શકે એનાં આ ઉદાહરણો છે. એકબેઠકે વાંચી જવાય ને આપણામાં કશોક શક્તિસંચાર થાય એવી રસપ્રદ શૈલીમાં લખાયેલ આ પુસ્તક છે. આશા છે કે આ પુસ્તક માનવજીવનને બહેતર બનાવવામાં દીવાદાંડી રૂપ બની રહેશે.
-/ શ્રી હર્ષદ ત્રિવેદી
((પ્રમુખ – ગુજરાતી સાહિત્ય પરિષદ))
પ્રકાશકઃ
‘માનવ વિકાસ અને કલ્યાણ ટ્રસ્ટ’ – પ્રથમ આવૃત્તિ-૨૦૨૦
પ્રાપ્તિ સ્થાનઃ ગૂર્જર સાહિત્ય ભવન
મૂલ્યઃ રૂપિયા ૨૨૦ /-
- દ્રઢ મનોબળ અને સંકલ્પ સિદ્ધ કરતો હાથ વગરનો અદ્ભુત ક્રિકેટર – આમિર હુસૈન લોન
- અनेक સંઘર્ષો વેઠી પગ વગર પણ ડૉક્ટર બનવાનાં સ્વપ્નને સાકાર કરનાર પરગજુ ડૉક્ટર એટલે…..લી જુહોગ
- વેરાન જગ્યાને હરિયાળી બનાવનાર તેમજ એક બીજા માટે હાથ અને આંખ બનનાર બે હમસફર દોસ્તની જોડી એટલે – જીઆ હૈક્સીઆ અને જીઆ વેન્કવી
- કાંડા વગરનો એક સાચો, પ્રેમાળ અને નિષ્ઠાવાન એવો શિ(શિસ્ત) ક્ષ (ક્ષમા) ક (કર્તવ્ય) – જીઆંગ શેંગફા
- કલગરી મેરાથોન પૂરી કરનાર હાથ-પગ વગરનો ક્રિશ કોચ
- એક જીવતી જગતી અનુપ્રેરણા – મુનિબા મઝારી
- ‘જેને ઉડવું છે તેને ગગન મળી જ રહે છે’ તેવું સાબિત કરનાર એસિડ એટેકનો શિકાર બનેલ રૂપા અને બીજી વિરાંગનાઓ
- ‘અશક્ય હોવું તે મંતવ્ય છે પણ હકિકત નથી’ – તેવું પુરવાર કરતો અઢાર વર્ષનો દિવ્યાંગ – કેમેરોન ક્લેપ
- રોમિઓ અને જુલિયટની જેમ રૂઢિમુક્ત જીવન જીવનારા ‘ડાઉન સીન્ડ્રોમ’ ગ્રસ્ત – ક્રિસ અને પોલની પ્રેમ કહાની
- સક્ષમતા કોને કહેવાય તે સાબિત કરવા નીકળી પડેલો હાથ-પગ વગરનો બ્રાઝિલનો 19 વર્ષનો એક છોકરો – ગબ્રિઅલ એડમ્સ
- હાથ-પગ વગર જન્મેલ એક જોશીલા ઈન્ડોનેશિયન ફોટોગ્રાફર અચમદ ઝલકારનેનની તસ્વીરી કમાલ
- શરીરના ચાર અંગો તેમજ હોઠ ગુમાવી જિંદગી સામે મૃત્યુને હાથતાળી આપી જીવી જાણનાર એલેક્સ લ્યુઈઝની બહાદૂરીભરી પ્રેરક દાસ્તાન
- સક્ષમતાની સાબિતી આપતા બન્ને હાથ વગર જિંદગીને જીતનાર વિક્રમ અગ્નિહોત્રી
