હોંસલોં કી ઉડાન

આ દુનિયામાં ઘણા લોકો પોતાને ‘લેસ ફોરચ્યુનેટ’ સમજતા હોય છે. કુદરતે તેના સર્જનમાં ક્યારેક કોઈ ખામી રાખી દીધી હોય છે. કોઈના પગમાં, કોઈના હાથમાં, કોઈની આંખમાં કે કોઈના બીજા કોઈ અંગમાં થોડીક અધૂરપ રહી ગઈ હોય છે. તેઓ ખરેખર ‘કમનસીબ’ હોય છે ? એનો જવાબ છે, ના. દુનિયામાં એવાં ઢગલાબંધ ઉદાહરણો છે કે દિવ્યાંગોએ સાજા-નરવા માણસ માટે પણ અત્યંત મુશ્કેલ હોય એવાં કાર્યો અને કરતબો કરી બતાવ્યાં છે. તેઓને માત્ર પ્રેરણા અને પ્રોત્સાહનની જરૂર હોય છે. તમે જરા પણ નબળા કે અસક્ષમ નથી. તમારામાં ઈશ્વરે સામાન્ય માણસ જેટલો જ ક્ષમતાનો ભંડાર ભર્યો છે. સાજા-નરવા દેખાતા ઘણા લોકો માનસિક રીતે વિકલાંગ હોય છે. ‘તમારું મનોબળ મજબૂત હોય અને માનસિકતા દૃઢ હોય તો તમને કોઈ હરાવી કે નમાવી ન શકે.’ બસ, તેમને માત્ર આટલો ભરોસો આપવાનો હોય છે. સફળ થવા માટે કે કોઈ સિદ્ધિ મેળવવા માટે ફક્ત ‘હોંસલા’ ચાહીએ. ‘હોંસલો કી ઉડાન’માં થતી દિવ્યાંગોની એક-એક વાત માત્ર દિવ્યાંગ લોકો માટે જ નહીં, સાજા-નરવા લોકો માટે પણ પ્રેરણાનો ધોધ છે. સ્વસ્થ માણસે એની પાસેથી શીખવું પડે કે રોદણાં રડવાનાં નહીં, તમારી થોડીક અક્ષમતાને અવગણીને અને અતિક્રમીને આગળ વધવાનું નક્કી કરો તો કોઈ પર્વત પણ તમારો માર્ગ રોકી શકે તેમ નથી.
-/ કૃષ્ણકાંત ઉનડકટ (મૅગેઝિન એડિટર: ‘દિવ્યભાસ્કર’, અમદાવાદ)

પ્રકાશકઃ

‘માનવ વિકાસ અને કલ્યાણ ટ્રસ્ટ’ – પ્રથમ આવૃત્તિ-૨૦૧૬
પ્રાપ્તિ સ્થાનઃ ગૂર્જર સાહિત્ય ભવન



મૂલ્યઃ રૂપિયા ૧૨૦ /-

  1. અહમદ કેલી અને ઈમેન્યુલ કેલી તેમજ પાલક માતા મોઈરા કેલી
  2. કીયાન હોંગયાન
  3. સરિતા દ્વિવેદી
  4. લિંન્ડા બેનન  અને  તેનો   દિકરો  ટિમી
  5. એમી પર્ડી
  6. રુસિદા બડવી
  7. મરિસેલ અપતાન
  8. મુસ્કાન દેવતા

Leave a Comment

Follow by Email
LinkedIn
Share
Instagram
WhatsApp