
વિવિધ વિદ્યાઓમાં અનોખી સફર ખેડનારા અનોખા મુસાફરોની પ્રેરક કથાઓનું આ પુસ્તક કોઇપણ સાચા વિદ્યાર્થી કે જિજ્ઞાસુ માટે પહેલા પાનાથી છેલ્લા પાના સુધી જકડી રાખતુ ને સ્ટડી ટેબલ ઉપર મુકી જ રાખવું પડે તેવું સંદર્ભ પુસ્તક બન્યું છે. એવું નથી કે આ પુસ્તકના પાત્રો નવા છે – અલબત્ત જાણીતા પાત્રોની ઘણી બધી અજાણી વાતો અને માહિતિ આ પુસ્તકની વિશેષતા બને છે. આજકાલ ચોરે ને ચૌટે ફૂટી નીકળેલા ‘મોટીવેશનલ સ્પિકર્સ’ના અધુરા અને અધકચરા ને કયારેક માહિતિ દોષવાળા ઉલ્લેખોને સાચા અર્થમાં સમજવાના ને મુલવવાના અનેક આધારો આ પુસ્તક પુરા પાડે છે. એ અર્થમાં હું કહેવાનું પસંદ કરીશ કે માહિતિના સંદર્ભ રહિત શોરબકોર વચ્ચે સાચી માહિતિનો સાચો અવાજ અહિંયા વહેતો થયો છે.
-/શ્રી જસુભાઇ કવિ
પ્રકાશકઃ
‘માનવ વિકાસ અને કલ્યાણ ટ્રસ્ટ’ – પ્રથમ આવૃત્તિ-૨૦૨૦
પ્રાપ્તિ સ્થાનઃ ગૂર્જર સાહિત્ય ભવન
મૂલ્યઃ રૂપિયા ૨૦૦ /-
- વિશ્વ-વિખ્યાત અબજોપતિ બિલ ગેટ્સની જિંદગીમાં એક ડોકિયું
- એપલના વિશ્વવિખ્યાત સર્જક એવા સ્ટીવ જોબ્સની અણજાણી વાતો
- વિલક્ષણ પરિસ્થિતિઓને પડકાર ફેંકનારા અનોખા ઓબામા
- આલ્બર્ટ આઈન્સ્ટાઈનના ભેજાની અવનવી અજાણી વાતો
- બહુમુખી પ્રતિભા ધરાવનાર લિઑનાર્દો -દ-વિન્ચી
- આતંકવાદીનો બેટો એવો ઝેક ઈબ્રાહિમ – શાંતિનો એક પથદર્શક
- જાપાનની શાળાની શિક્ષણ પદ્ધતિનો અજોડ અને અનોખો પ્રેરક અભિગમ અને તેની ફલશ્રુતિ પર એક નજર
- વૃક્ષો બુદ્ધિશાળી છે અને તેઓ મગજ ધરાવે છે તેવું સાબિત કરનાર પિટર વોહલેબેન
- પર્યાવરણવાદી અને માનવહિતના સમર્થક શ્રી સતિશકુમાર
- પત્રકારત્વની દુનિયામાં એક રોબોટે સર્જેલો ધરતીકંપ
- વાર્તા જિંદગીના રાહને બદલાવી શકે છે તે પ્રતિતિ કરાવનાર એલિઝબેથ અને મેગન સ્ટુવર્ટ
- જાપાનના વૈજ્ઞાનિક દ્વારા કૃત્રિમ રકતનું સંશોધન
- ચિંથરે વિંટ્યું રતન – મોરોક્કોની ભરવાડ કન્યા નજત
- મસ્તાની ચા વેચતો ઉત્કૃષ્ટ સાહિત્યકાર – શ્રી લક્ષ્મણરાવ
- કેળના થડમાંથી વીજળી પેદા કરનાર બિહારના ભગલપૂરનો 16 વર્ષનો ખેડૂત પુત્ર – ગોપાલજી
- ચીંથરેહાલ દશાને પાર કરી સમૃદ્ધિની ટોચે બિરાજેલ કેની ટ્રોટની જીવન યાત્રા
