જગખેડુ

આપણામાં કહેવત છે કે સાહસ વગર સિદ્ધિ નહિ. આ સિવાય ‘સિદ્ધિ તેને જઇ વરે જે પરસેવે નહાય’ એ પંકિત પણ જાણીતી બની ગઇ છે. નવી પેઢીના બાળકોમાં સાહસનો સદગુણ કેળવાય, તેમની જિજ્ઞાસાવૃત્તિ જાગૃત થાય અને જગખેડુની માફક સમગ્ર વિશ્વમાં ડોકિયું કરવાની ઝંખના જાગે તે હેતુથી એલેક્ઝાંડર, કોલંબસ અને માર્કોપોલોના પાઠોનું શિક્ષણ આપતી વખતે આ કથાઓ લખાઈ અને ‘ઝગમગ’માં સચિત્ર ક્રમશઃ પ્રકાશિત થઈ હતી. તે સમયે બાળકોએ તેને ઉમળકાભેર વધાવી લીધી હતી. તેની ફલશ્રુતિ એટલે જગતના ત્રણ મહાન સાહસવીરો (૧) એલેક્ઝાંડર (૨) કોલંબસ અને (૩) માર્કોપોલો વિશે સરળ ભાષામાં રસપ્રદ પરિચય આપતી સચિત્ર પુસ્તિકા ‘જગખેડુ’

:પ્રકાશકઃ

કુસુમ પ્રકાશન – પ્રથમ આવૃત્તિ-૧૯૯૨
નવસર્જન પબ્લિકેશન- દ્વિતિય આવૃત્તિ-૨૦૧૬

મૂલ્યઃ રૂપિયા ૭૫/-

Leave a Comment

Follow by Email
LinkedIn
Share
Instagram
WhatsApp