ટોમ..ટીટ..ટોટ અને અન્ય બાળકથાઓ

પ્રસ્તુત સંગ્રહ ‘ટોમ….ટીટ…ટોટ અને અન્ય બાળ કથાઓ’માં પંદર વાર્તાઓ છે ને દરેક વાર્તાઓમાંથી બાળકને આનંદ અને પથ્ય શિક્ષા બંને મળે છે. કેટલીક વાર્તાઓ કલ્પનાપ્રધાન હોવાથી, તેમાં આવતા ચમત્કારોથી અદ્ભૂત સૃષ્ટિ રચીને બાળકોને તાજુબ કરે છે તો કેટલીક વાર્તાઓ બાળકને બૌધિક આનંદ આપે છે. પ્રસ્તુત સંગ્રહ પાછળ નિમિત્ત બન્યું છે વિકટર હ્યુગોએ પોતાની પૌત્રીને કહેલી વાર્તાઓનું વાંચન. વિશ્વની મહાન વ્યક્તિ પણ બાળક સાથે રમે ત્યારે બાળક બની જાય છે ને તેને ઇશ્વરીય આનંદ પ્રાપ્ત થાય છે. એટલે તો બાળક માનવજાત માટે ગુરુ ગણાય છે. રવિન્દ્રનાથ ટાગોર હોય કે શરદબાબુ હોય, ટોલ્સ્ટોય હોય કે હ્યુગો હોય – વિશ્વના આવા મહાન લેખકોએ પણ બાળકોને પોતાની બાળવાર્તાઓ દ્વારા પ્રસન્ન કરવામાં ધન્યતા અનુભવી છે.

પ્રકાશકઃ

ગૂર્જર સાહિત્ય ભવન

મૂલ્યઃ રૂપિયા 150 /-

Leave a Comment