‘બંધ પોપચાંમાં રંગોની ભાત’ શિર્ષક પોતે જ પુસ્તક વિશેની ઘણી બધી ધારણાઓને સાચી પાડે છે. જુદા જુદા દેશોના નેત્રહીન માનવીઓની અલગ અલગ કથની અને વૈવિધ્યપૂર્ણ કલાઓનો આ પુસ્તકમાં સમાવેશ કર્યો છે. ૧૬૦૮માં જન્મેલા મિલ્ટનથી માંડીને આજની તારીખમાં નેશનલ જૂડો ચેમ્પ્યિન પ્રજ્ઞાચક્ષુ જાનકી ગોડ સુધીની ૧૫
વ્યક્તિઓની પ્રેરક આભાઓને નિખારી છે. વિશ્વના જુદા જુદા ખૂણે-ખાંચરેથી આ જીવનચરિત્રોને સુંદર રીતે સંકલિત કર્યા છે. સામાન્ય રીતે અંધપ્રતિભાઓમાં આપણી નજર સામે હેલન કેલર જ દેખાય. પણ અહીં અમેરિકા, યુકે, ફ્રાંસ, ચીન, ભારત એમ જુદા જુદા દેશોમાં જન્મેલી વ્યક્તિઓની આલેખના છે. વધુ રસપ્રદ તો એ છે કે દરેક પ્રજ્ઞાચક્ષુ કલાકારો છે અને તેમની ખૂબીઓ ખૂબીદાર છે.
શ્રીમતિ દેવિકા રાહુલ ધ્રૂવ (હ્યુસ્ટન-અમેરિકા)
પ્રકાશકઃ
‘માનવ વિકાસ અને કલ્યાણ ટ્રસ્ટ’ – પ્રથમ આવૃત્તિ-૨૦૨૦
પ્રાપ્તિ સ્થાનઃ ગૂર્જર સાહિત્ય ભવન
મૂલ્યઃ રૂપિયા ૨૨૫ /-