રમીએ રમતો વ્યૂહરચનાની

લાદી ઉપર ચોકથી ખાનાઓ દોરી પાંચી-કૂકા અને કોડા વડે રમતા રમતા અનેક રમતોનો બચપણમાં ત્રણ વર્ષના હોસ્પિટલના નિવાસ દરમિયાન રમતો હતો તેનો મનમાં સંગ્રહ થયો હતો. ત્યાર પછી બીજા દેશોમાં પણ આવી Indoor Games રમાતી હતી તેવું વાંચવામાં આવ્યું હતું. કોઇપણ જાતના ખર્ચ વગર પેન, ચોક કે કોલસા વડે લીંટોડા દોરી અને સાંઠીકા, પાંચી કૂકા વગેરેની કૂકરીઓ બનાવી, કોડાના દાણાથી રમતો રમાતી તે રમતોનો આ એક સંગ્રહ છે. આજે પણ કેટલી રમવા યોગ્ય છે તે આ રમતોનો જોઇને તમને ખ્યાલ આવશે. રમતોની અંદરના નિયમો ફકત Guide Line માટેના છે. તમે પણ તમારા પોતાના આગવા નિયમો બનાવીને રમતનો આનંદ માણી શકો છો. રમતને એક મોટા કાગળ પર દોરીને પૂંઠા પર ચીટકાવીને હંમેશ તે રમતો રમી શકાય છો. અહિયા આપેલી કેટલીક રમતો ‘રમકડું’ સામાયિકમાં પ્રકાશિત થઇ હતી પરંતુ કમનસીબે ‘રમકડું’ પ્રકાશિત થતું બંધ થયું અને બાકીની રમતોનું પ્રકાશન ન થયું. યોગ્ય તક મળતા તે ભૂલાતી રમતોને ગ્રંથસ્થ કરીને લોકોપયોગી થાય તેવો આ નમ્ર પ્રયાસ છે.

પ્રકાશકઃ



નવસર્જન પબ્લિકેશન- પ્રથમ આવૃત્તિ-૨૦૧૬


મૂલ્યઃ રૂપિયા ૧૫૦ /-

Leave a Comment