રસિક રહસ્ય કથાઓ શ્રેણી-2

કાળો ઓળો, અ‍બળાનું  વેર, લાચાર ગુનેગાર, નસીબના ખેલ

શ્રી રસિકભાઈએ ‘ચૂપકે-ચૂપકે’ લખેલી કેટલીક કથાઓમાં સળંગ ડિટેક્ટિવ એજન્સીના સૂત્રધારો તરીકે સુરેન્દ્રકુમાર યાજ્ઞિક, મદદનિશ મહેશ તથા ગીતકુમારી અને ઈન્સ્પેકટર રાણાની ટીમ હોય છે જ્યારે બીજી કેટલીક કથાઓમાં સળંગ લોક સહાયક ડિટેક્ટિવ એજન્સીના સૂત્રધારો તરીક સનત, રમણ અને ચારુબાળા તથા પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી મારૂ સાહેબ હોય છે. શ્રી રસિકભાઈએ લખેલું વિપુલ અને વૈવિધ્ય વિષયક રહસ્ય વાર્તા સાહિત્ય આપણને વાંચવા મળ્યું છે તેનો આનંદ છે. રસિકભાઈની ભાષાશૈલી, પ્રસંગપ્રવાહિતા, રહસ્ય ગોપન એટલું આકર્ષક અને કુતૂહલપ્રેરક છે કે કોઈપણ કક્ષાનો વાચક છેક સુધી એક બેઠકે વાંચી જશે.


શ્રી વિષ્ણુકુમાર મહેતા

પ્રકાશકઃ

શ્રી મધુબન સાહિત્ય સંઘ

મૂલ્યઃ રૂપિયા 200 /-

Leave a Comment