વંદે માતરમ્

કોઇ પણ રાષ્ટ્રના ઘડતરમાં તેના સ્વાતંત્ર્ય સંગ્રામનું સ્વરૂપ ઘણું મહત્વનું હોય છે. આઝાદી પછીની પેઢીને સ્વતંત્રતા પહેલાના જીવનનો ખુબ ઓછો ખ્યાલ હોય છે. તેથી જે-તે દેશની પ્રજાએ વેઠેલી મુશ્કેલીઓ, અનુભવેલી યાતાનાઓ, આઝાદીની લડતની પ્રક્રિયાઓ તથા ગતિવિધિઓની સ્મૃતિઓ કોઇ પણ રાષ્ટ્રની પ્રજા લાંબા સમય સુધી વાગોળતી રહે અને તેના ઇતિહાસથી પરિચિત થાય તેની જવાબદારી શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયલા લોકોની બની રહે છે. 

સ્વ. શ્રીરસિક્ભાઈના હસ્તે લખાયેલ આ સ્વ-રચિત કાવ્યો, સત્યાગ્રહી કાર્યકર તરીકેના સંસ્મરણોમાં, તેમની રોજનીશીના ઉપલબ્ધ પન્નાઓમાં, ટૂંકી વાર્તાઓ અને અનુવાદોમાં તેમનું વ્યક્તિત્વ પ્રતિબિંબિત થાય છે અને તેથી તેમને અક્ષર દેહે જીવંત કરવાનો આ નમ્ર પ્રયાસ છે.  કરકસર ગાંધીજીના રસ્તે ચાલનારાઓના જીવનમાં વણાઇ ગયેલ હતી તે મુજબ લગભગ સીત્તેરેક વર્ષ પહેલા જૂના પેમ્ફલેટોની પાછળની કોરી બાજુમાં લખેલ, જર્જરીત કાગળમાં, નોટબૂકમાં, એનવેલપ તોડીને તેની કોરી બાજીમાં નોંધેલ લખાણો તેમની ડાયરીના કેટલાંક અંશો, ટૂંકી વાર્તાઓ, સ્વ-રચિત કાવ્યો અને સંસ્મરણોનું સંપાદન અને સંકલન કરી અહીં  એક સત્યાગ્રહી કાર્યકરનું ભાવ જગત – ‘વંદે માતરમ’ દ્વારા  પ્રસ્તુત થયેલ છે.

પ્રો. શ્રી મદનમોહન વૈષ્ણવ,

માનાર્હ મંત્રી, માનવવિકાસ અને કલ્યાણ ટ્રસ્ટ,

તેત્રીશ્રી ‘વિચાર વિજ્ઞાન’

પ્રકાશકઃ

શ્રી મધુબન સાહિત્ય સંઘ

મૂલ્યઃ રૂપિયા 200 /-

Leave a Comment