જનકભાઇ અને ભારતીબહેને જીવન સામે ઝઝૂમતા, અસામાન્ય સંજોગોમાં જિંદગીને ઝીન્દાદિલીથી લડત આપતા અને સમાજ માટે કશુંક કરી છૂટવાની ભાવનાથી એકલપંડે અવિરત કર્મયજ્ઞ કરતા રહીને, તન, મન, ધનથી અનેક લોકોને હૂંફ, પ્રેરણા અને હિંમત આપીને જીવન જીવવા માટેની દીવાદાંડી સમ બની રહેલા મુઠ્ઠી ઊંચેરા માનવીઓની વાત માંડી છે. પોતાની વિકલાંગતા કે અપાર મુશ્કેલીઓને અતિક્રમીને સફળતાના સોપાન સર કરીને અન્ય માટે પ્રેરણારૂપ બનતા અનેક દીપને વિશ્વના ખૂણે ખાંચરેથી વીણીને તેને શબ્દદેહ આપીને પ્રકાશમાં લાવવાનું જનકભાઇ અને ભારતીબહેને ઉમદા કાર્ય કર્યું છે.

