શ્રી હર્ષદ ત્રિવેદી

ડૉ. જનકભાઇ શાહ અને શ્રીમતી ભારતીબહેન શાહ જરા જુદી માટીથી ઘડાયેલાં છે. જીવનના કપરામાં કપરા સંજોગોમાં પણ તેઓ હિંમત હાર્યા નથી. શિક્ષક હોવાને નાતે તેમનાં વિદ્યાર્થીઓને પણ એમણે એવા જ પાઠ શીખવ્યા છે. નિવૃત્તિ પછી એમની શાળા વધુ મોટી થઇ છે. પુસ્તકો લખીને વ્યાપક જનસમૂહનાં પણ શિક્ષક બનવાનો એમનો પ્રયત્ન અભિનંદનને પાત્ર છે. શ્રી જનકભાઇ પોતે પણ વિપરિત પરિસ્થિતિઓનો સામનો કરીને આજીવન શિક્ષક બની રહ્યા છે, એમાં એમને ભારતીબહેનનો અકલ્પ્ય એવો સહયોગ મળ્યો છે. એક અભિયાનની રીતે તેઓ લખતાં રહ્યાં છે, માનવજાતનું મનોબળ દ્રઢ કરી રહ્યાં છે અને કુદરતની મહેરને વંદી પણ રહ્યાં છે.

Leave a Comment

Follow by Email
LinkedIn
Share
Instagram
WhatsApp