May 2025

જગદીશ બિનીવાલે

ગુજરાતી સાહિત્ય જગતમાં કેટલીક પ્રતિભાઓ એવી છે કે જેમની લેખનક્ષેત્રની વિશેષ પ્રવૃત્તિઓ પ્રકાશમાં આવી નથી અને તેમણે તેનો મોહ પણ રાખ્યો નથી. અમદાવાદની એવી જ એક વ્યક્તિ, પ્રતિભા છે – ડૉ. જનકરાય બાબુલાલ શાહ.

જગદીશ બિનીવાલે Read More »

શ્રી હર્ષદ ત્રિવેદી

ડૉ. જનકભાઇ શાહ અને શ્રીમતી ભારતીબહેન શાહ જરા જુદી માટીથી ઘડાયેલાં છે. જીવનના કપરામાં કપરા સંજોગોમાં પણ તેઓ હિંમત હાર્યા નથી. શિક્ષક હોવાને નાતે તેમનાં વિદ્યાર્થીઓને પણ એમણે એવા જ પાઠ શીખવ્યા છે. નિવૃત્તિ પછી એમની શાળા વધુ મોટી થઇ છે. પુસ્તકો લખીને વ્યાપક જનસમૂહનાં પણ શિક્ષક બનવાનો એમનો પ્રયત્ન અભિનંદનને પાત્ર છે. શ્રી જનકભાઇ

શ્રી હર્ષદ ત્રિવેદી Read More »

શ્રી વિપુલ કલ્યાણી

જનકભાઇ શાહ અને ભારતીબેન શાહની ‘જીવતરની સાથે, માણસાઇની વાટે’ નામક આ પુસ્તિકામાં આ નાદને ઘૂંટતા પાત્રોની વાત વણી લેવામાં આવી છે. એમણે જે ઘટનાઓને પાત્રો સાથે ગૂંથી છે તેમાં સતત આ બાબત જીવતી પણ જોવા મળે છે. જનકભાઇ અને ભારતીબેને પ્રસંગ અને વ્યક્તિની પસંદગીમાં દેશ, પ્રાંત, ગામના સીમાડાની પેલે પાર જઇન પૃથ્વીનો પટ આવરવાનો આશય

શ્રી વિપુલ કલ્યાણી Read More »

પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ

ડૉ. જનકભાઈ શાહનું જીવન સ્વયં એક જીવંત દૃષ્ટાંત છે. એ શારીરિક મર્યાદાઓ સામે હસતા મુખે જંગ ખેલતા રહ્યા છે અને એમાં આવતી મુશ્કેલીઓ કે ઉપેક્ષાઓથી એમણે ક્યારેય પીછેહઠ કરી નથી. એ જ રીતે એમનાં જીવનસંગિની શ્રીમતી ભારતીબહેન શાહે પણ જીવનમાં આવતી વ્યાવહારિક સમસ્યાઓ આનંદભેર ઉકેલી છે.

પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ Read More »

ઈલા પાઠક

અમદાવાદની શ્રી એચ. કે. આર્ટ્સ કૉલેજમાં અંગ્રેજી સાહિત્યનો મુખ્ય વિષય તરીકે અભ્યાસ કરતા જનકભાઈનો પરિચય ઘણાને તેમની વાંસળી દ્વારા થયો હશે. કોલેજના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં વાંસળી વગાડતા વિદ્યાર્થીનો સંગીત અને કલાઓ પ્રત્યેનો પ્રેમ જાહેર થયા કરતો હતો તે થોડાક જ વર્ષોમાં ઉત્તમોત્તમ સાહિત્યકૃતિઓને પોતાની ભાષામાં ઉતારવા તેમને વ્યાપક ફલક અને ઊંડી શબ્દ સાધના તરફ દોરી ગયો.

ઈલા પાઠક Read More »

Follow by Email
LinkedIn
Share
Instagram
WhatsApp