December 2024

અડગ મનના ગજબ માનવી

આ પુસ્તકમાં શું છે એ તો એની અનુક્રમણિકા જોવાથી જણાઈ આવશે. પ્રાથમિક વાત એ છે કે અહીં પાંચ ગુજરાતી અને પાંચ વિદેશી સિદ્ધિવંતોની કથાઓ છે. લગભગ દરેકની કથા હેરત પમાડે તેવી છે. હા, રીતસર આપણાં ડોળા ફાટી રહે એવી આશ્ચર્યજનક એમની આપદાઓ અને આપદાઓ સામેની સિદ્ધિઓ છે. આ વાંચનાર વિકલાંગોને જીવનનનો ઉત્સાહ અને સિદ્ધિપ્રેરણા મળશે […]

અડગ મનના ગજબ માનવી Read More »

હોંસલોં કી ઉડાન

આ દુનિયામાં ઘણા લોકો પોતાને ‘લેસ ફોરચ્યુનેટ’ સમજતા હોય છે. કુદરતે તેના સર્જનમાં ક્યારેક કોઈ ખામી રાખી દીધી હોય છે. કોઈના પગમાં, કોઈના હાથમાં, કોઈની આંખમાં કે કોઈના બીજા કોઈ અંગમાં થોડીક અધૂરપ રહી ગઈ હોય છે. તેઓ ખરેખર ‘કમનસીબ’ હોય છે ? એનો જવાબ છે, ના. દુનિયામાં એવાં ઢગલાબંધ ઉદાહરણો છે કે દિવ્યાંગોએ સાજા-નરવા

હોંસલોં કી ઉડાન Read More »

જીવતરની સાથે, માણસાઈની વાટે

ગાંધી યુગીન ગુજરાતી સાહિત્યમાં કરસનદાસ માણેક એક વડેરા કવિ રહ્યા છે. એમણે લખેલી એક કવિતા સાંભરે છે : જીવન અંજલિ થાજો ! ‘જીવતરની સાથે માણસાઈની વાટે’ નામક આ પુસ્તિકામાં ‘જીવન અંજલિ થાજો!’ નાદને ઘૂંટતાં દસ પાત્રોની વાત વણી લેવામાં આવી છે. જે ઘટનાઓને પાત્રો સાથે ગૂંથી છે તેમાં સતત આ બાબત જીવતી પણ જોવા મળે

જીવતરની સાથે, માણસાઈની વાટે Read More »

કિસીકા દર્દ મિલ સકે તો લે ઉધાર

‘કિસીકા દર્દ મિલ સકે તો લે ઉધાર….’ એટલે ‘પરમ સમીપે’ પહોંચવાની ભાવના- આ વિશિષ્ટ કાર્યક્ષેત્રે કામ કરતી વિભૂતિઓ. આ પુસ્તકમાં આવી દસ પાત્રોની કથાઓના પ્રસંગો ‘પરમ સમિપે’ પહોંચવાની ભાવનાને ઉજાગર કરે છે. તેમાં જોડાઈ જનાર પાત્રો કોઈ જાતિ-પાંતિ કે ધર્મના બંધન સિવાય માત્ર ને માત્ર ‘પ્રભુકાર્ય’ને સમર્પિત છે. ફક્ત જીવીએ એટલુ નહીં પણ જીવી જાણીએ

કિસીકા દર્દ મિલ સકે તો લે ઉધાર Read More »

હૈયે હામ તો હરકત શી

‘હૈયે હામ તો હરકત શી !’ પુસ્તકનાં દેશ-વિદેશમાં વસતાં પંદર દિવ્યાંગોની સફળતા અને સિદ્ધિનું, સહેજ પણ રંગદર્શી વિના રસપ્રદ કથાની રીતે આલેખન કર્યું છે. આ પંદરેય વ્યક્તિઓે વિષમ અને વિપરિત સંજોગો સામે બાથ ભીડીને કશુંક હાંસલ કર્યું છે. સામાન્ય માણસોને પણ પ્રેરણા આપે એવું જીવન જીવ્યાં છે. આત્મ શક્તિ અને પ્રબળ પુરુષાર્થ શું ન કરી

હૈયે હામ તો હરકત શી Read More »

બંધ પોપચાંમાં રંગોની ભાત

‘બંધ પોપચાંમાં રંગોની ભાત’ શિર્ષક પોતે જ પુસ્તક વિશેની ઘણી બધી ધારણાઓને સાચી પાડે છે. જુદા જુદા દેશોના નેત્રહીન માનવીઓની અલગ અલગ કથની અને વૈવિધ્યપૂર્ણ કલાઓનો આ પુસ્તકમાં સમાવેશ કર્યો છે. ૧૬૦૮માં જન્મેલા મિલ્ટનથી માંડીને આજની તારીખમાં નેશનલ જૂડો ચેમ્પ્યિન પ્રજ્ઞાચક્ષુ જાનકી ગોડ સુધીની૧૫ વ્યક્તિઓની પ્રેરક આભાઓને નિખારી છે. વિશ્વના જુદા જુદા ખૂણે-ખાંચરેથી આ જીવનચરિત્રોને

બંધ પોપચાંમાં રંગોની ભાત Read More »

સારપનું વાવેતર

‘હું માનવી માનવ થાઉં તોય ઘણું’- ને ચરિતાર્થ કરતા સોળ મહાનુભવોની વાત આ ચરિત્રસંગ્રહ ‘સારપનું વાવેતર’માં જોવા મળે છે. સમાજના સાચા અર્થમાં બુનિયાદી સેવા કરતા આ સમાજસેવકો માટે પ્રજાનો પ્રેમ એજ મોટો પુરસ્કાર છે. ભલે ધર્મ કે વ્યવસાય અલગ હોય પણ આ મહાનુભાવો કરે છે તો પ્રજાસેવા અને પ્રજાસેવા એજએમના માટે પ્રભુસેવા છે. આમ અહીં

સારપનું વાવેતર Read More »

અજવાળી કેડીનાં અનોખાં મુસાફરો

વિવિધ વિદ્યાઓમાં અનોખી સફર ખેડનારા અનોખા મુસાફરોની પ્રેરક કથાઓનું આ પુસ્તક કોઇપણ સાચા વિદ્યાર્થી કે જિજ્ઞાસુ માટે પહેલા પાનાથી છેલ્લા પાના સુધી જકડી રાખતુ ને સ્ટડી ટેબલ ઉપર મુકી જ રાખવું પડે તેવું સંદર્ભ પુસ્તક બન્યું છે. એવું નથી કે આ પુસ્તકના પાત્રો નવા છે – અલબત્ત જાણીતા પાત્રોની ઘણી બધી અજાણી વાતો અને માહિતિ

અજવાળી કેડીનાં અનોખાં મુસાફરો Read More »

શૂન્યમાંથી સર્જન

સાહસ અને પરાક્રમ પર કોઈની ઈજારાશાહી નથી હોતી. આ બે બાબતો ઉછીની મળતી નથી. કાંતો માણસને જન્મજાત સંસ્કારઘડતર સાથે એ મળેલી હોય છે, કાંતો બાહ્યજગતના અનુભવો માંથી વ્યક્તિ પોતે એ પ્રગટાવે છે. આ પુસ્તકમાં એવી વિરલ પ્રતિભાઓની પ્રેરક વાતો છે કે જેમણે શૂન્યમાંથી – અરે, ક્યારેક તો માઈનસમાંથી આગળ વધીને વિશિષ્ટ સિદ્ધિ મેળવી છે. સામા

શૂન્યમાંથી સર્જન Read More »

ચેતનાનો સાક્ષાત્કાર

ગામ, પાદર, ઘર, ગલી ઓળંગીને ચાલ્યો જઈશ,હુંય મારા ભાગ્યની ક્ષણ જીવીને ચાલ્યો જઈશ… કવિ શ્રી અનિલ ચાવડાની આ પંક્તિમાં જીવનું શાશ્વત સત્ય સમાયેલું છે. મૃત્યુ માનવજીવનની એક અફર ઘટના છે એ આપણે સૌ જાણીએ છીએ, સમજીએ છીએ અને મને કમને સ્વીકારીએ પણ છીએ. વિશ્વના ખૂણે ખાંચરે જિંદગી સામે ઝઝૂમીને, જીવન સંઘર્ષ સામે હસીને લડત આપતા

ચેતનાનો સાક્ષાત્કાર Read More »

Follow by Email
LinkedIn
Share
Instagram
WhatsApp