સાહસ અને પરાક્રમ પર કોઈની ઈજારાશાહી નથી હોતી. આ બે બાબતો ઉછીની મળતી નથી. કાંતો માણસને જન્મજાત સંસ્કારઘડતર સાથે એ મળેલી હોય છે, કાંતો બાહ્યજગતના અનુભવો માંથી વ્યક્તિ પોતે એ પ્રગટાવે છે. આ પુસ્તકમાં એવી વિરલ પ્રતિભાઓની પ્રેરક વાતો છે કે જેમણે શૂન્યમાંથી – અરે, ક્યારેક તો માઈનસમાંથી આગળ વધીને વિશિષ્ટ સિદ્ધિ મેળવી છે. સામા પ્રવાહે તરીને, પ્રતિકૂળ પરિસ્થિતિઓ સામે ઝઝૂમીને માત્ર આત્માવિશ્વાસની આંગળી પકડીને આગળ વધેલા આ મહાનુભાવોએ સાહસ અને પરાક્રમનાં જે ઉદાહરણ પૂરાં પાડ્યાં છે, તે ઈતિહાસનું ગૌરવ છે.
પ્રકાશકઃ
સંસ્કાર સાહિત્ય મંદિર
મૂલ્યઃ રૂપિયા 60 /-