કોલેજ કાળ દરમિયાન વિશ્વના સાહિત્યનો આસ્વાદ લેતાં લેતાં જે કૃતિઓ જનકભાઈને હૃદયસ્પર્શી લાગી તેને ફરી ફરીને માણીને તેનો અનુવાદ કરી ગુજરાતી વાચકો સાથે વિવિધ સામયિકો દ્વારા તેનો આનંદ વહેંચતા રહેલા તે કથાઓનો આ સંગ્રહ છે. માનવીય જીવનનાં અનેક પાસાંઓ આ નવલિકાઓમાં રજુ થયાં છે. આ કૃતિઓમાં વિવિધ પ્રસંગાલેખનોમાંથી નીતરતી ઊર્મિઓનાં, તેમાંથી ઊઠતી ઉદાત્ત ભાવનાઓના, બોલકી બનતી કે સુચવાતી જીવનમૂલ્યોની રજૂઆતના વમળોમાં વાચક પોતાનાં મનોગતોને અને વિચારણાઓને સુસ્પષ્ટ રીતે સમજતો અને માણતો થાય તેવી રસલહાણ અહીં પ્રસ્તુત થઈ છે. આ કલાકૃતિઓમાં રજૂ થયેલી, કલ્પનાના રંગે રંગાયેલી માનવીય પરિસ્થિતિની વાસ્તવિકતા વાચકને વિશ્વના કલાકારોએ પ્રમાણેલાં મૂલ્યોનો ખ્યાલ આપીને પોતાની દુનિયાને નવાં કુતૂહલભર્યા ચિત્તથી જોતો કરી મૂકશે. -/ડૉ. ઈલાબહેન પાઠક (‘અવાજ’)
:પ્રકાશકઃ
ગુજરાત સાહિત્ય અકાદમીના અનુદાનથી પ્રકાશિત પ્રથમ આવૃત્તિ-૨૦૦૭
નવસર્જન પબ્લિકેશન- દ્વિતિય આવૃત્તિ-૨૦૧૬
મૂલ્યઃ રૂપિયા ૨૫૦/-