બંધ પોપચાંમાં રંગોની ભાત

‘બંધ પોપચાંમાં રંગોની ભાત’ શિર્ષક પોતે જ પુસ્તક વિશેની ઘણી બધી ધારણાઓને સાચી પાડે છે. જુદા જુદા દેશોના નેત્રહીન માનવીઓની અલગ અલગ કથની અને વૈવિધ્યપૂર્ણ કલાઓનો આ પુસ્તકમાં સમાવેશ કર્યો છે. ૧૬૦૮માં જન્મેલા મિલ્ટનથી માંડીને આજની તારીખમાં નેશનલ જૂડો ચેમ્પ્યિન પ્રજ્ઞાચક્ષુ જાનકી ગોડ સુધીની
૧૫ વ્યક્તિઓની પ્રેરક આભાઓને નિખારી છે. વિશ્વના જુદા જુદા ખૂણે-ખાંચરેથી આ જીવનચરિત્રોને સુંદર રીતે સંકલિત કર્યા છે. સામાન્ય રીતે અંધપ્રતિભાઓમાં આપણી નજર સામે હેલન કેલર જ દેખાય. પણ અહીં અમેરિકા, યુકે, ફ્રાંસ, ચીન, ભારત એમ જુદા જુદા દેશોમાં જન્મેલી વ્યક્તિઓની આલેખના છે. વધુ રસપ્રદ તો એ છે કે દરેક પ્રજ્ઞાચક્ષુ કલાકારો છે અને તેમની ખૂબીઓ ખૂબીદાર છે..


શ્રીમતિ દેવિકા રાહુલ ધ્રૂવ (હ્યુસ્ટન-અમેરિકા)

પ્રકાશકઃ


‘માનવ વિકાસ અને કલ્યાણ ટ્રસ્ટ’ – પ્રથમ આવૃત્તિ-૨૦૨૦
પ્રાપ્તિ સ્થાનઃ ગૂર્જર સાહિત્ય ભવન


મૂલ્યઃ રૂપિયા ૨૨૫ /-

  1. શું અંધત્વ મિલ્ટનના ભવ્ય સર્જનને અટકાવી શક્યું?
  2. શાંતિયાત્રાનાઅંધત્વ પર ‘પ્રજ્ઞા’થી પ્રભુત્વ મેળવનારા લેખિકા, પ્રાધ્યાપક અને સક્રિય રાજકિય કાર્યકર – હેલન કેલરપદયાત્રી -શ્રી સતિશકુમાર
  3. વિશ્વનો પ્રથમ નેત્રહિન પ્રવાસી – જેમ્સ હોલમેન
  4. છ ટપકાંની શોધ દ્વારા પ્રજ્ઞાચક્ષુઓની દુનિયા બદલનાર મશાલચી – લૂઈસ બ્રેઈલ
  5. વિશિષ્ટરીતે સક્ષમ એવા 70 ટકા લોકો વડે સશક્ત કંપની સ્થાપવાનું સ્વપ્ન સેવનાર કરોડપતિ એવો – શ્રીકાંત બોલા
  6. આત્મવિશ્વાસ અને સંકલ્પશક્તિથી દેશની પ્રથમ IAS મહિલા અધિકારી બનેલી પ્રજ્ઞાચક્ષુ પ્રાંજલ પાટિલ
  7. ચીનના માનવ અધિકારવાદી પ્રજ્ઞાચક્ષુ વકીલ ચેન ગ્વાંગચેંગની હ્દય દ્રાવક, સંઘર્ષમય છતાંય પ્રેરણાદાયક દાસ્તાન
  8. ઓલિંપિકની પ્રથમ પ્રજ્ઞાચક્ષુ એથ્લેટ મારલા રુનિયાન
  9. અશક્યને શક્ય બનાવી જીવી જાણનાર પ્રજ્ઞાચક્ષુ પેરાલિમ્પિક સ્કીઅર – ડાનેલે ઉમ્સ્ટીડ
  10. વિકલાંગોને અશ્ક્ત સમજનારને જડબાતોડ જવાબ આપતી નેશનલ જૂડો ચેમ્પિયન પ્રજ્ઞાચક્ષુ જાનકી ગોડ
  11. મનની આંખોથી સંગીતની દુનિયાને જીતનાર પ્રજ્ઞાચક્ષુ પદ્મશ્રી રવિન્દ્ર જૈન
  12. કુદરત સામે ઝઝુમીને સર્વોત્તમ બનેલ પ્રજ્ઞાચક્ષુ ઉત્તમ
  13. રંગવિહિન જીવન છતાં ‘રંગ ‘ રસિયો – પ્રજ્ઞાચક્ષુ જહોન બ્રંબલિટ
  14. પ્રણવ – એક પ્રજ્ઞાચક્ષુ ફોટોગ્રાફર અને તેની ફોટોગ્રાફીની કળા

Leave a Comment

Follow by Email
LinkedIn
Share
Instagram
WhatsApp