
‘કિસીકા દર્દ મિલ સકે તો લે ઉધાર….’ એટલે ‘પરમ સમીપે’ પહોંચવાની ભાવના- આ વિશિષ્ટ કાર્યક્ષેત્રે કામ કરતી વિભૂતિઓ. આ પુસ્તકમાં આવી દસ પાત્રોની કથાઓના પ્રસંગો ‘પરમ સમિપે’ પહોંચવાની ભાવનાને ઉજાગર કરે છે. તેમાં જોડાઈ જનાર પાત્રો કોઈ જાતિ-પાંતિ કે ધર્મના બંધન સિવાય માત્ર ને માત્ર ‘પ્રભુકાર્ય’ને સમર્પિત છે. ફક્ત જીવીએ એટલુ નહીં પણ જીવી જાણીએ અને તે રીતે જીવતા જીવનમાં પ્રભુના શિવસ્વરૂપને પામીએ. કોઈની ‘વેદના’ સમજો એટલે એના દુ:ખમાં સામેલ થઈ તેની વિટંબણાઓ, મુશ્કેલીઓ, દારુણ ગરીબી કે સંપૂર્ણ અસહયતાનું દર્શન થતાં જ તમારા તરફ એ પ્રભુનો સંકેત-સંદેશ આવી ચૂક્યો છે તેવું સમજવું જોઈએ. બસ, હવે ‘દર્દ’ના તમે ભાગીદર બની તેને ‘સુખ’ સ્વરૂપમાં પલટી નાખવું એજ જીવનનું કાર્ય હોવું જોઈએ.
-/ શ્રીદિનેશભાઈ શાહ ‘સન્મિત્ર’
પ્રકાશકઃ
‘માનવ વિકાસ અને કલ્યાણ ટ્રસ્ટ’ – પ્રથમ આવૃત્તિ-૨૦૧૬
પ્રાપ્તિ સ્થાનઃ ગૂર્જર સાહિત્ય ભવન
મૂલ્યઃ રૂપિયા ૧૨૦ /-
- નારાયણન ક્રિષ્નન
- શ્રીમાન બાઈ ફન્ગ લી
- દશરથ માંઝી
- ડોબ્રી ડોબ્રેવે
- જોર્જ મુનોઝ
- પુષ્પા બાઝનેટ
- રઝીયા જાન
- ઑડ્રી હેપબર્ન
- ઈરેના સેન્ડલર
- રાયન રેલેક
