જનકભાઇ શાહ અને ભારતીબેન શાહની ‘જીવતરની સાથે, માણસાઇની વાટે’ નામક આ પુસ્તિકામાં આ નાદને ઘૂંટતા પાત્રોની વાત વણી લેવામાં આવી છે. એમણે જે ઘટનાઓને પાત્રો સાથે ગૂંથી છે તેમાં સતત આ બાબત જીવતી પણ જોવા મળે છે. જનકભાઇ અને ભારતીબેને પ્રસંગ અને વ્યક્તિની પસંદગીમાં દેશ, પ્રાંત, ગામના સીમાડાની પેલે પાર જઇન પૃથ્વીનો પટ આવરવાનો આશય રાખ્યો છે. જનકભાઇ શાહ તેમજ ભારતીબેન શાહના આ પરિશ્રમને વધાવીએ તેમજ તેમનો સંદેશ સર્વત્ર પ્રસરે તેવી આસ્થા ય રાખીએ.

