જનકભાઇ તથા ભારતીબેને ‘પરમ તમીપે’ પહોંચવાની વાતની ઊંડી સમજ મેળવીને માનવીના અનેક સ્વરૂપોને અનેકવિધ કાર્યની રચનામાં, સૂક્ષ્મરૂપે જોતાં વેંત ઓળખી ગયા પછી તે માનવના જીવનના સત્યને પ્રસ્તુત કર્યા છે. મહેંદી પીસાયા પછી જ રંગ લાવે છે. વિવિધ ક્ષેત્રના માનવોમાં જે ‘મહાનુભાવોએ’ પ્રભુ કૃત્ય સંભાળ્યું છે એમાં જ એમને એમનાં જીવનની પ્રસન્નતા અને પ્રભુતા પ્રાપ્ત થયેલી લાગી છે.

